કૃષ્ણમયી
કૃષ્ણમયી


એક તો દિ 'નાં દિવા ઘેર નથી ગયાં,
ઉપરથી નીંદરું બની વે-રણ,
છો ને જતી જિંદગી કોરી કટ્ટ,
મ્હારે તો લીલા (ભીનાં) તારાં સ્મરણ,
વખત ભલે વ્હેતો નીર ઘોડે
તું નાવિક ને હું નૌકા,
રહીયે હારે ક્ષણ- બે -ક્ષણ,
રાણો ઊભો વિષ-કટોરો લઈ સામે,
મીઠી બોલી -કડવી નીતિ કરી ધારણ,
લે એક શ્વાસે ગટગટાવું હળાહળ,
મ્હારા શ્યામ ! તું બને ઝેરનું મારણ.