STORYMIRROR

Lichi Shah

Romance

3  

Lichi Shah

Romance

પ્રિયતમ

પ્રિયતમ

1 min
230

સખી મેં તો શણગાર્યું સ્વપ્નનું આકાશ

ને એમાં લીધી પ્રીતમ સંગ ઉડવાની મોકળાશ

સખી મેં તો શણગાર્યું સ્વપ્નનું આકાશ


સાંજની સોડ્યમાં કેસરિયા કંથની ઉતારું આરતી

રાત વીતે રાતરાણી શી મ્હોરતી 

ને પરોઢિયે પાથરું મ્હારા ઓરતાનો અજવાસ

સખી મેં તો શણગાર્યું સ્વપ્નનું આકાશ


ઉંબરે ઉભી લઉં એનાં આગમનનાં ઓવારણાં

ને ઉદાસીન મલકાટ સજાવી વાસુ અધરનાં બારણાં

પણ વિરહ સંકોરતી આ વેળામાં તું જ કે'

ક્યાં સંતાડું આંખ્યુંની ખારાશ ?

સખી મેં તો શણગાર્યું સ્વપ્નાં નું આકાશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance