સાજણ
સાજણ


કાંટાળી તે બોરડી ને મીઠાં એનાં બોર,
ઘર વચાળે હિંચકો ને એમાં ઝૂલે મોર,
ઠંડા એવા વાયરાથી પોઢવા મથતી આંખ્યું
એમાં નીંદર કાં ઉડાડે રે રુદિયા નાં ચોર?
ફરફર ઊડતી ઓઢણીમાં ટમટમ થતાં આભલાં
પ્રીતની ગાંઠ્યું બાંધી જોને રૂડાં પાલવની કોર !
વ્હાલ ભર્યાં વાદળથી વ્હાલમ થઈ ઘટા ઘનઘોર
પ્રેમઘડો છલકાવ સાજણ ભીંજવી દે ચો -કોર.