ડીયર જિંદગી
ડીયર જિંદગી
કાં વહી જાય છે, કાં રહી જાય છે
જિંદગી જો કેટલું કહી જાય છે,
આંખો તોય અશ્રુ દ્વારા વ્યક્ત કરે પીડા
પણ મૌન રહેતા હોઠ કેટલુંયે સહી જાય છે !
સુણ્યું -સુણાવ્યું અઢળક એ ખરું
પણ મંથન કર 'કેટલું મન મહીં જાય છે? '
ફફડતા અધરો ને દોષ કેમ દેવો?
ઢળેલા નયનો જ એકરાર-એ -ઇશ્ક કરી જાય છે,
આવે છે સપનાઓનેય પાનખર આજે જોયું
કે યાદોનાં વૃક્ષ પરથી જો ક્ષણો ખરી જાય છે,
સવાલ છે શ્રદ્ધાનો, વિશ્વાસનો. જો ને
ભર તોફાનેય કોઈ નૌકા તરી જાય છે,
બા નાં પાલવ માં સંકોર્યું હોય બાળપણ
ને યુવાની જાણે સાડલો જ ખંખેરી જાય છે.
કાં વહી જાય છે, કાં રહી જાય છે
જિંદગી જો કેટલું કહી જાય છે....