STORYMIRROR

Lichi Shah

Romance

4  

Lichi Shah

Romance

જિંદગી જતાં જોઈ છે

જિંદગી જતાં જોઈ છે

1 min
530

સહરામાં પુષ્પાવલી ઉગતા જોઈ છે,

ને એમ જિંદગીને જતાં જોઈ છે,


પ્રેમની અનરાધાર વર્ષામાં લાગણીને કોરીકટ્ટ રહેતા જોઈ છે,

ને એમ જિંદગીને જતાં જોઈ છે,


હોતી નથી જે લકીરમાં,

તસ્વીર એ હૃદયમાં વસતાં જોઈ છે,

ને એમ જિંદગીને જતાં જોઈ છે,


મળી હતી જ્યાં નજર આપણી,

સમયની ગતિને ત્યાં થોભતાં જોઈ છે,

ને એમ જિંદગીને જતાં જોઈ છે,


એમ જ નથી ભર્યા આ કોરા પાનાં,

તારી એક એક યાદથી ગઝલ બનતા જોઈ છે,

ને એમ જિંદગીને જતાં જોઈ છે,


ના એ ગુમનામ નથી અને મારી રચના લાવારિસ નથી,

એક એક પંક્તિને તારું નામ લેતાં જોઈ છે

ને એમ જિંદગીને જતાં જોઈ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance