ખાલીપો
ખાલીપો
તારું દૂર હોવું મારાથી
કચોટવું અંતર આત્માથી,
વિકસ્યા કરે ખાલીપો ને
કચવાયા કરે જાત,
શું મળી જાય તને
મારી આ તરફડાટ થી?
નિષ્ઠુર કેટલું નિષ્ઠુર
અંતે તો પુરુષ જ ને,
કચડી ને ચાલી જવાનું
સ્ત્રી કે લાગણી ની શી વિસાત?
ઉહ કે ચાંહ કરી પણ શકે?
માણસ થોડી છે કઈ
એ તો જાગીર ભાઈ જાગીર,
દંભી પૌરુષત્વની
હૈયાફાટ આક્રંદ સ્વરે,
પૂછે રાખે સવાલો
દંભ ની દીવાલે ટકરાય
લાગણીના સવાલો,
અડીખમ ઊભો આ
શું પ્રેમની છે વિસાત,
એમ થોડી કઈ પિગળતી હશે શિલાઓ
એમાં પણ આ તો દંભનો પહાડ..
બસ આમ તારું દૂર હોવું મારાથી
ને કચોટવું અંતર આત્માથી