તું
તું
તું હો એ ઉત્સવ સમું હોય ભલે,
પણ અંદર વર્તાતી આ ગેરહાજરી નું શું ?
તું હો તો રોજ હોય ઈદ,
પણ તારા વગર સર્જાય છે રોજ રોજા એનું શું ?
તું આવે ને મન પાંચમનો મેળો ઉભરાય,
પણ તારા વગર અહી રોજ વેરાન હોય મન એનું શું ?
તું હોય તો હૈયે હરખની હેલી હોય,
પણ તારા વગર રોજ હૈયે ભરાય ડૂમો એનું શું ?
તું આવે ને આંખોમાં તેજ ઉભરાય,
પણ તારા વગર રોજ આંસુઓની મહેફિલ સર્જાય એનું શું ?
તું સ્પર્શે ને વસંત ખીલી આખીયે મારામાં,
પણ તારા અભાવમાં સંકોચાઉં હું લજામણી જેમ એનું શું ?
તું હો તો બધું ખુશ ખુશહાલ છે,
પણ તારા વગર રોજ ફેલાય આ માયુસી એનું શું ?
તું હો એ ઉત્સવ સમું હોય ભલે
પણ અંદર વર્તાતી આ ગેરહાજરી નું શું ?