પ્રીતનું મધુવન
પ્રીતનું મધુવન
એના સુંદર મધુવનમાં,
પ્રીતના ઝૂલે ઝૂલવા આવ્યો,
એની અલાયદી ખુશ્બૂએ,
જાણે ખેંચીને બોલાવ્યો.
નીકળી હતી મુજ નજર,
એની તીરછી નજરને જોવા,
એનો એક ઈશારો મળે,
તો સઘળું બેઠો હું ખોવા.
કોમળ એની ઝુલ્ફો,
મુજ લલાટ પર લહેરાતી,
ખુદને લખી મારા ભાગ્યમાં,
જાણે હેતથી હરખાતી.
તુજ હૈયામાં વસી,
મનગમતું નગર વસાવું,
રેલાતું સ્મિત જોવા,
તુજને પળે પળ હસાવું.
સ્પર્શ કરતો મીઠો એનો વાયરો,
ને શીતળ એની છાય,
સમય થંભે તો ઠીક બાકી,
આંખોમાં આંખ પરોવી અહીં વર્ષો વીતી જાય.