રણચંડી
રણચંડી
1 min
334
માનવતાની મહેક મિટાવી હેવાનીયતની,
હદ વટાવી માનવ થઈ ગયા હેવાન,
મર્દની પાછળ નામર્દનો,
ચહેરો લઈ ઘૂમી રહ્યા શેતાન
ચેતી ને રહેજે નારી ઠેર- ઠેર ઘૂમી રહ્યા હેવાન
રણચંડી બની હવે લડવું પડશે,
અહીં કોને છે દરકાર !
હાથ પર હાથ ધરીને બેઠી જોને,
છપ્પન ઇંચવાળી રે સરકાર,
ચાર દિવસનો રોષ જોશ પછી,
કોણ છે તુજને પૂછનાર,
રૂપ ધરી "મહાકાળી"નું હવે,
કરવો પડશે મહિસાસુર રૂપનો સંહાર,
નારી કોણ કહે તું નિરાધાર,
બસ તારો છે તુજને આધાર,
રૂપ ધરી "મહાકાળી"નું,
હવે કરવો પડશે મહિસાસુર રૂપનો સંહાર.