STORYMIRROR

sujal patel

Children Stories

4.8  

sujal patel

Children Stories

ઊંચી ઉડાન ભરી લઈએ

ઊંચી ઉડાન ભરી લઈએ

2 mins
331


અમે નાના નાના પારેવા ને પાંખો ફૂટી છે શૈશવની, પાંખો ફૂટી છે શૈશવની

શરૂઆત છે આ મંજીલરૂપી પાંખો ફૂટી છે પગરવની, પાંખો ફૂટી છે પગરવની


શાળા અમારું આભ ને અહીં ઉડતા શીખી જઈએ

નાના નાના કદમ ભરી ઉડાન ભરી લઈએ..

કે ઊંચી ઉડાન ભરી લઈએ..

કે ઊંચી ઉડાન ભરી લઈએ..

મંજીલને અહીં પામવા ઉડાન ભરી લઈએ


અમે નાના નાના પારેવા ને પાંખો ફૂટી છે શૈશવની, પાંખો ફૂટી છે શૈશવની.....


અમે નમણા નમણા કુમણા કુમણા પુષ્પો બની લહેરાતા

જીવનકુસુમનો બાગ મળ્યો અહીં હેતથી મહેકાતાં


શાળા અમારો બાગને અહીં ખીલતા શીખી જઈએ

નાના નાના કદમ ભરી ઉડાન ભરી લઈએ..

કે ઊંચી ઉડાન ભરી લઈએ..

કે ઊંચી ઉડાન ભરી લઈએ..

મંજીલને અહીં પામવા ઉડાન ભરી લઈએ


અમે નાના નાના પારેવા ને પાંખો ફૂટી છે શૈશવની, પાંખો ફૂટી છે શૈશવની


કોઈ તક્ષશિલા કોઈ નાલંદા કોઈ વિદ્યાધામ કહે

શાળા અમારી તીર્થભૂમિ જ્યાં ગંગા જ્ઞાન વહે


અમ દરિયે હિલોળે ચઢીને ઉછળકુદ કરનારા

અહીં નદીઓનો સંગમ મળ્યો નિત નવા નીર ઝંખનારા


શાળા અમ

ારો સાગરને અહીં તરતા શીખી જઈએ

નાના નાના કદમ ભરી ઉડાન ભરી લઈએ..

કે ઊંચી ઉડાન ભરી લઈએ..

કે ઊંચી ઉડાન ભરી લઈએ..

મંજીલને અહીં પામવા ઉડાન ભરી લઈએ


અમે નાના નાના પારેવા ને પાંખો ફૂટી છે શૈશવની, પાંખો ફૂટી છે શૈશવની


અમે પ્યારા પ્યારા..વ્હાલા વ્હાલા કાલા ઘેલા બાળ

માત પિતા સમાં ગુરુ મળ્યા અહીં રાખે સૌ સંભાળ..


ઝગમગતા દીવડાઓની અમે જ્યોત થઈ જલનારા

વિદ્યામંદિર અહીં મળ્યું મજાનું પ્રગટ સદા રહેનારા


શાળા અમારું તેજને અહીં ટમટમતા શીખી જઈએ

નાના નાના કદમ ભરી ઉડાન ભરી લઈએ..

કે ઊંચી ઉડાન ભરી લઈએ..

કે ઊંચી ઉડાન ભરી લઈએ..

મંજીલને અહીં પામવા ઉડાન ભરી લઈએ


અમે નાના નાના પારેવા ને પાંખો ફૂટી છે શૈશવની, પાંખો ફૂટી છે શૈશવની

શરૂઆત છે આ મંજીલ રૂપી પાંખો ફૂટી છે પગરવની,પાંખો ફૂટી છે પગરવની


શાળા અમારું આભ ને અહીં ઉડતા શીખી જઈએ

નાના નાના કદમ ભરી ઉડાન ભરી લઈએ..

કે ઊંચી ઉડાન ભરી લઈએ..

કે ઊંચી ઉડાન ભરી લઈએ..

કે ઊંચી ઉડાન ભરી લઈએ..

કે ઊંચી ઉડાન ભરી લઈએ..


Rate this content
Log in