હે નારી આ જગ તુજ પર વારી વારી
હે નારી આ જગ તુજ પર વારી વારી
સર્જનહાર કહું તો સમગ્ર
ધરા જેના પર નભે છે
કરુણાધાર કહું તો
જગતનો થાક જેના ખભે છે,
જેનો ખોળો દુનિયાનું
એકમાત્ર પ્રવેશદ્વાર છે
દેવો પણ જાણે છે કે
જેના વિના ક્યાં ઉદ્ધાર છે,
લક્ષ્મી અને વિદ્યાનો
જેના ચરણોમાં વાસ છે
જેના વગર નિરાધાર ને
આંધળો આ જગનો આભાસ છે,
પ્રેમાળનો પર્યાય અને
વ્હાલની જ્યાં વણઝાર છે
"નારી તું નારાયણી" તને
કોટી કોટી વંદન હજાર છે,
હે નારી આ જગ તુજ પર વારી વારી...
હે નારી આ જગ તુજ પર વારી વારી...