હું માણસ છું ?
હું માણસ છું ?
1 min
305
ચહેરો જોઈ અજવાળાં દેતો,
હું ફાનસ છું
સ્વાર્થ નામના સરનામે વસતો,
હું માણસ છું ?
સકળ સૃષ્ટિને છેતરતો,
હું કુદરતથી પણ માહેર છું
ચપટી ચોખા ધરી, ભંડારા માંગતો
હું માણસ છું ?
ખાલી ખિસ્સાથી જોજન દૂર ને,
ભરેલાને ભેટવામાં, હું કાબેલ છું
ફાયદામાં પાકો ને વાયદામાં કાચો,
હું માણસ છું ?
તખતીમાં નામ મઢાવવા,
લાખોનું દાન કરતો હું જગ જાહેર છું
ભીખ માંગતા બાળને પાઈ માટે તરસાવતો
હું માણસ છું ?
સાગ સમી આ દુનિયામાં ફાટેલો
ઉઘઈનો હું રાફડો છું
માનવ થઈ માણસાઈ ને કોચતો
હું માણસ છું ?