STORYMIRROR

sujal patel

Inspirational

4  

sujal patel

Inspirational

પરોઢ

પરોઢ

1 min
278

રંગોથી ભરેલી એ પરોઢના,

રંગો હજાર મેં જોયા છે,

આશાઓ લઈ ઉગતી એ પરોઢમાં,

સપના હજાર મેં જોયા છે


કલરવ સાથે પગરવ માંડતાં,

મધુવનમાં પક્ષી ઘણામેં જોયા છે,

ઝાકળએ ભીંજવેલા ફૂલ છોડને,

લહેરાતા મેં જોયા છે,


મંદ મંદ સૂસવાટ ને વાદળો,

સાફ કરતા મેં જોયા છે,

વાયુની હાજરીમાં કસરત કરતા,

ઝાડ પાનને મેં જોયા છે,


અંધારા ને અજવાળાનું ઉષ્મા ભર્યું,

સ્વાગત કરતા મેં જોયા છે,

સુરજ અને ચાંદને આવજો જજો,

કે'તા મેં જોયા છે,


દેવળ મંદિરોમાં શંખ નાદને,

ઢોલ સુણાતા મેં જોયા છે,

શુ તાકાત છે આ પરોઢનીમાનવીને,

મસ્તક નમાવતામેં જોયા છે,


વડીલો પાસેથી સાંભળ્યું છે કે,

સાચા થાય સૌ સપના પરોઢના,

માટેજ હવે ખુલ્લી આંખે પરોઢમાં,

સપના હજાર મેં જોયા છે.


માટે જ હવે ખુલ્લી આંખે પરોઢમાં,

સપના હજાર મેં જોયા છે

રંગોથી ભરેલી એ પરોઢના,

રંગો હજાર મેં જોયા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational