Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

sujal patel

Inspirational

3  

sujal patel

Inspirational

લોભભ્રષ્ટ

લોભભ્રષ્ટ

1 min
314


અહીંથી ત્યાં ત્યાંથી અહીં, પૈસા પાછળ જાત ભાગે

સાચવવા એ ધન, પછી જાત આખી રાત જાગે

માથું ટેકી પ્રભાતમાં, એ એકના હજાર માંગે

વધતી આશા ઉપર, ના સંતોષનું તાળું લાગે,


નીજ ધરા ને રોજ ખેલે ગણિત ભાગાકારનું

મારુ તારું રે'શે અહીં, નહીં આવે મુઠ્ઠી જારનું

ખાવું પીવું થોડું, છતાં ભેગું કરે હદપારનું

પડ્યું પડ્યું સડે ને, ઠારે ના અગ્નિ જઠરાગનું,


મણમાં લઈ કણમાં વેચે, હૃદય આ વ્યાપારનું

નિત જોખે નમતું, ક્યાં જશે પાપ વ્યવહારનું

છેતરશો લોકને, તો ઈશ જોશે આરપારનું

મૂળ સમુ નિલામ થાશે સઘળું ઘરબારનું,


લોભે લક્ષણ જાય ને ભેગું કરે ભવપારનું

અહીં જ ભોગવવું પડશે ઋણ ભ્રષ્ટાચારનું.


Rate this content
Log in