Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sujal patel

Tragedy Inspirational

5.0  

sujal patel

Tragedy Inspirational

કોરોના

કોરોના

1 min
217


ફેલાઈ રહ્યો છે ખોફ ત્રિકોર 

નામ છે એનું કોરોના

કળયુગમાં યમરાજ લઈ રહ્યા છે પાઠ 

નામ છે એનું કોરોના,


ખાડો ખોદે એ જ પડે 

ભાઈ ભૂલી ચૂક્યો માનવ

ખાવાનું સંધુય છોડીને આ શું

ભરખી ગયો દાનવ,

વગર તણખે દાજી રહ્યો છે દેશ ને પરદેશ

નામ છે એનું કોરોના,


છેદીને મૂલ્યો જીવનધોરણના

નીકળી ગયો આરપાર

સાવચેતી ને સલામતી કેરા

હવે ખખડાવી રહ્યો તું દ્વાર,

નરની અંદર પ્રવેશીને કરી રહ્યો છે નરસંહાર

નામ છે એનું કોરોના,


બંધ બારણે પુરાઈ જવા

કેવો થઇ રહ્યો મજબૂર

સમીપતા ના ભાગ્યમાં લખાઈ

રહી છે હવે દૂરતા ભરપૂર

ભડકી રહ્યો છે માનવ, માનવથી આજ

નામ છે એનું કોરોના,


થવા કાળ જે થઈ ગયું

થયેલું પાછું વળતું નથી,

ખોટું હોય ભલે, શાસ્ત્રોમાં કહ્યું છે

કે કરેલું ફોકટ જતું નથી,


છતાં માનજો કાળજીની આ વાત


મનનું ત્યજી મન ફાવે ત્યાં

મન ભાવે ત્યાં હવે ફરોમા,

ભગવાન નથી આ કોરોના

કોરોનાથી કોઈ ડરો ના,


મનમાંથી એનો કાઢી ભ્રમ

મનથી કોઈ હવે મરોના

ભગવાન નથી આ કોરોના

કોરોનાથી કોઈ ડરો ના,


પગલાં લેજો કાળજીનાં

ને જોખમનાં ડગલાં ભરોમા,

ભગવાન નથી આ કોરોના

કોરોનાથી કોઈ ડરો ના,


ચારો મૂકી એ જારનો હવે

અવળું બધું ચરોમાં,

ભગવાન નથી આ કોરોના

કોરોનાથી કોઈ ડરો ના,


અડગ રહેજો, તૂટતા તારલાની

માફક જોજો કોઈ ખરોના,

ભગવાન નથી આ કોરોના

કોરોનાથી કોઈ ડરો ના,


હખણા રહીને વિચારજો થોડું ભાવિનું

વણછાજે એવું કાંઈ કરો ના

ભગવાન નથી આ કોરોના

કોરોનાથી કોઈ ડરો ના.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy