સંબંધ
સંબંધ
સંબંધમાં હું બંધાઈ
કે પછી
આ સંબંધો જ,
મને બાંધતા ગયા ?
એમ તો
કોઈ સાંકળ
ન હતી છતાં
બંધન મજબૂત બનતાં ગયાં
ક્યાંક રિવાજોના
તો ક્યાંક
પ્રીતનાં બંધનો
વધતાં ગયાં
ભર્યો સમંદર
ઉલેચ્યો ને
છતાં
ખાલી ઘડો રહી ગયો
પ્રીતની આ
એકપક્ષી છાયા નીચે
ક્યાંક મૂંઝારો
વધતો ગયો
ખોલ્યાં મેં
'નેત્રમ'
જોયું તો
સ્વાર્થનાં સમીકરણો
વધુ કઠિન
બિંદુઓ બનતાં ગયાં
જીવનના અંતમાં
પણ મારા
આરંભના ડગ
મંડાતા ગયાં.
