અત્તર કર્યું છે
અત્તર કર્યું છે
સપનું મારું પગભર કર્યું છે,
સંઘર્ષ કરીને સધ્ધર કર્યું છે,
મેળવ્યું છે જે એ મેળવવા,
મેં પરસેવાનું અત્તર કર્યું છે,
ઘણું છોડ્યું, ઘણું જતું કર્યું,
ઈચ્છાઓનું ચણતર કર્યું છે,
કણસની બનાવીને જણસ,
પીડા ઉપર જડતર કર્યું છે,
વણીને વેદનાની સાળ પર,
પહેરણ કર્યું પાનેતર કર્યું છે.
