ઈશ્વર તારી દુનિયામાં આવું કેમ
ઈશ્વર તારી દુનિયામાં આવું કેમ
ઈશ્વર તારી દુનિયામાં આવું કેમ થાય,
પાલતુ પ્રાણી ઘરમાં, અને માબાપ વૃધ્ધાશ્રમ જાય,
ઈશ્વર તારી દુનિયામાં આવું કેમ થાય,
મહેનત કરનાર રોટી નાં ભાળે, બેઈમાનીની તિજોરી ભરાય
ઈશ્વર તારી દુનિયામાં આવું કેમ થાય ?
ખોટા પૂજાય અને સાચા મૂંઝાય,
ઈશ્વર તારી દુનિયામાં આવું કેમ થાય ?
ગરીબો ભૂખ્યા મરે, ક્રિકેટરોને લાખોનું દાન અપાય,
ઈશ્વર તારી દુનિયામાં આવું કેમ થાય ?
લૂંટાવે સઘળું મા બાપ બાળકો માટે,
પણ ઘડપણમાં નથી કરતું કોઈ સહાય,
ઈશ્વર તારી દુનિયામાં આવું કેમ થાય ?
મહેનત તો સૌ કરે અહીં તોય કોઈ સુખથી વંચિત કેમ રહી જાય ?
ઈશ્વર તારી દુનિયામાં આવું કેમ થાય ?
મજૂર ફકત બે ટંકની રોટી પામે જો આખો દિ પરસેવે ન્હાય,
નેતાઓ તો એસીમાં બેસી પકવાન ખાય.
