ભૂલવા માંગું છું
ભૂલવા માંગું છું
કેમ કહું કે હું આ પળને અને જીવનને કેમ કરી ભૂલવા માંગું છું,
થઇ હતી શરૂઆત એક નાની મુલાકાતથી એ વિસરવા માંગું છું.
નહતી ખબર કે એ મુલાકાત બની જશે મારા માટે આટલી કષ્ટદાયી,
બસ સમયનો એ ભાગ અને મારી ભૂલની કબૂલાત હું ભૂલવા માંગું છું.
વાત કરતા કરતા થયો મને તમારી સાથે પ્રેમનો અહેસાસ ને હવે હું એ,
અહેસાસનાં સંબંધને પણ મારા મનમાંથી નિકાળી તમને ભૂલવા માંગું છું.
ના જાણે ક્યારે તમે મારા મનમાં આવીને વસી ગયા એનું મને ભાન જ ના રહ્યું,
પણ હવે એને એક બહું ખરાબ યાદ બનાવી તમારા સ્મિતને ભૂલવા માંગું છું.
આવી જાય જો ક્યારેક તમારી યાદ તો હું પ્રીતનાં હૈયે વાગોળાયેલાં ક્ષણોને,
તો હું મારા આંખમાંથી અશ્રુ બહાવીને એ ક્ષણોને ભૂસી નાખવા માંગું છું.
હશે કોઇક કારણ જેથી તમે થયા હતા મારાથી એટલા દૂર કે હવે કંઇ શક્ય નથી,
પણ ચાહત હતી મારી મજબૂત એ ચાહતને હું આગ લગાવી સળગાવી દેવા માંગું છું.
નથી કરવો હવે વિશ્વાસ કોઇની ઉપર કારણ એ જ વ્યક્તિ મને ફરીથી ઇજા પહોંચાડશે,
એટલે જ હું આજે સ્વયંને પોતાનો ગણીને એની સાથે આત્મવિલોપન કરવા માંગું છું.
જે કાંઇ હું જીવનમાં એ બધું મેળવ્યું કે ના મેળવ્યું એ હવે જરૂરી નથી રહ્યું પણ,
જેના માટે જરૂરી હતું એ વ્યક્તિના મોહને દૂર કરવા હું દુનિયાને અલવિદા કહેવા માંગું છું.

