STORYMIRROR

Bhavesh Parmar

Abstract Romance

3  

Bhavesh Parmar

Abstract Romance

મારે તમારું ભાગ્ય બનવું છે

મારે તમારું ભાગ્ય બનવું છે

1 min
126

સપનાં જોઈ હું તમારા, એક ભાગ્યશાળી વ્યક્તિ બન્યો છું,

કે પામીને સાથ તમારો, હું જીવનમાં સફળ થવા લાગ્યો છું,


મારી કલ્પના છો તમે ને હું તમારું ભાગ્ય બનવા નીકળ્યો છું,

પૂર્ણ કરી સપનાં તમારા હું તમારી દુનિયા સજાવવાં લાગ્યો છું,


લખી કહાણી તમારા વિશે હું તમને પ્રેરણા બનાવવા માંડ્યો છું,

શબ્દ નથી જડતા જ્યારે હું તમારા વિચારને શોધવા લાગું છું,


કરીને મને પૂર્ણ હું તમારો એક અધ્યાય લખવા નીકળ્યો છું,

મારી કલ્પના છો તમે ને હું તમારું ભાગ્ય બનવા નીકળ્યો છું,


સાથ લખી તમારો હું તમને મારું જીવન બનાવવા લાગ્યો છું,

કેવું હશે જીવન આપણું પણ હું તમને સમજવા લાગ્યો છું,


કરીને નામ તમારા જીવન હું તમને પ્રેમ કરવા લાગ્યો છું,

પ્રાર્થના એ જ પ્રભુને કે હું તમારું ભાગ્ય બનવા નીકળ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract