STORYMIRROR

Bhavesh Parmar

Abstract Romance

3  

Bhavesh Parmar

Abstract Romance

તમે મારી પ્રેરણા છો

તમે મારી પ્રેરણા છો

1 min
140

અજાણ હતો હું આ કર્મથી કે નહતી ખબર મને કે તમે મારા કોણ છો,

પણ જ્યારે જાણ થઈ મુજને ત્યારથી તમે મારા બહુ ખાસ બન્યા છો,


બની પ્રેરણા મારી તમે મને અપાવી છે મુજને એક સત્યની ઓળખ છો,

આભાર વ્યક્ત કરી તમારો માનું છું ઈશ્વરથી તમને એ મારી આસ છો,


વીતાવવા માંગું છું તમારી સાથે મારી હર ખુશી કારણ તમે જીવન છો,

નહીં ગુમાવી શકું તમને કારણ હવે તમે બન્યા મારા જીવનનાં શ્વાસ છો,


કદાચ તમને આ વાતનો ખ્યાલ નહીં હોય પણ કરી જાણ તમને હું કહું છું,

કે તમે મારા અધૂરા જીવનનો એક મહત્વપૂર્ણ અધ્યાય બની ચૂક્યા છો,


નહતી ખબર કે તમારા મનમાં મારા વિશે વિચારો કેવા છે અને કેવા હશે,

પણ થઈ આઝાદ તમે તમારા વિચારો મને મુક્તમનથી જણાવી શકો છો,


નહીં માનું તમારી કોઈ જ વાતનું ખોટું કારણ તમે મારી પ્રેરણા બન્યા છો,

જો હોય તમારી ના તો નહીં રોકું હું તમને મારાથી દૂર જવા સમર્થ છો,


કરતો રહીશ તમારા ઉજ્જવળ ભવિષ્યની કામના એવી મારી પ્રાર્થના છો,

પણ જો હોય હા તમારી તો બનાવી જીવનસાથી એવું મારું જીવન છો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract