STORYMIRROR

Bhavesh Parmar

Abstract Romance

3  

Bhavesh Parmar

Abstract Romance

તમને મારી ચાહતમાં લખું છું

તમને મારી ચાહતમાં લખું છું

1 min
199

નથી જાણતો હું કે કેટલાં વર્ષો વીતી ગયાં છે,

પણ મારો પ્રેમ તમારા પ્રત્યે એટલો જ રહ્યો છે,


કેટલાં સપનાં સજાવ્યા હતાં તમે મારી સાથે,

જીવન જીવવાનાં એ આજે પણ મને યાદ છે,


તમારા માટે તો હું બધું જ કરવા તૈયાર હતો,

કે તમે પણ ના કદી ભૂલી શકો એવો પ્રેમ છે,


મારી અંદર છુપાયેલી કળાને તમે જ વાચા,

આપીને મને અદ્ભુત કલાકાર બનાવ્યો છે,


નહીં ભૂલી શકું એ ઉપકાર કે જેનાથી આજે,

હું એક લેખક તરીકેની ઓળખ ઊભી કરી છે,


કેમ કરીને ભૂલું હું તમારી સાથે વીતાવેલાં એ પળ,

જે મારા માટે એક યાદગાર યાદો બની ગયાં છે,


હક તો નહતો આપ્યો તમે મને કે લખું હું કંઇક,

તમારા માટે પણ મારી પહેલી કવિતા તમને છે,


સમર્પિત કરીને મારી તમામ રચના આજે હું કે,

મારી ચાહતમાં પ્રેમ લખવા તૈયાર જ બેઠો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract