STORYMIRROR

Bhavesh Parmar

Romance

3  

Bhavesh Parmar

Romance

હું તમારી યાદોમાં જીવું છું

હું તમારી યાદોમાં જીવું છું

1 min
188

નહતી ખબર મને કે જીવનમાં ક્યારેક આવું મારી સાથે થશે,

સમય નહતો મળ્યો કે તમને હું મારા દિલની વાત કહી શકું,


તમારી સાથે વીતાવેલો એ સમય આજે પણ મને યાદ છે,

કે તમારી યાદોનાં સહારે જ તો હું આજે જીવતો રહ્યો છું,


તમારી સાથે હસવું, રડવું ને શાળાએ જવું મને યાદ છે,

કે તમારી સાથે કરેલી લડાઈનાં એ ક્ષણ પણ મને યાદ છે,


નથી ભૂલ્યો કે તમે મારી વાત વિના કહે પણ સમજી લેતાં,

તો શું થયું જો આજે તમે મારી સાથે નથી પણ યાદ તો છે,


આ યાદો જ છે જે મને આગળ વધવા પ્રોત્સાહિત કરે છે,

ને હોવ ક્યારે દુઃખી તો મને ગળે લગાવીને સાંત્વના આપે છે,


કેમ કરી ભૂલી તમારી એ ચાહતને કે જે મારી ધડકન છે,

આજે એ રોમરોમમાં મારી પ્રેરણા ને ધીરજ બનીને વહે છે,


વિચારું છું રોજ હું બસ એક તમારા વિશે જો હોત આપણે,

સાથે તો મને જીવનમાં દુઃખી થવાની ક્યાં જરૂર પડવાની છે,


પૂજા હું નથી ઈચ્છતો કે તમે ક્યારેય મારા માટે ઉદાસ થાવ,

એટલે જ જીવનમાં હંમેશા હું ખુશ રહેવાની કોશિશ કરું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance