STORYMIRROR

Bhavesh Parmar

Abstract

3  

Bhavesh Parmar

Abstract

તમારા દર્દનું મલમ બનવું છે

તમારા દર્દનું મલમ બનવું છે

1 min
154

તમને મળેલાં દર્દનું કારણ તો નથી જાણતો,

પણ તમને મુક્તિ આપે એ મલમ મારે બનવું છે,


ક્યારે ને કેમ તમારી સાથે એ નથી જાણતો,

પણ તમને રાહત આપે એ ઈલાજ મારે થવું છે,


કોણે કર્યું ને શા માટે કર્યું એ નથી જાણતો,

પણ તમને ખુશી મળે એવી દવા મારે બનવું છે,


હશે ખોટ એના મનમાં એ ભલે હું જાણતો,

પણ તમને ફરી જીવતાં કરે એ શ્વાસ બનવું છે,


નહીં મળે એને કોઈ આરામ એ હું જાણતો,

પણ તમને સૂકુન આપે એ વિશ્વાસ મારે થાવું છે,


જે થયું એ સારું થયું, ના થયું એ હું જાણતો,

પણ તમને હૂંફ આપે એ છાંયડો મારે બનવું છે,


લખી સાથ તમારો આ જીવનમાં હું જાણતો,

પણ તમને લાગણી આપે એ પ્રેમ મારે બનવું છે,


કહી નથી શકતો પણ પ્રેમ છે એ હું જાણતો,

પણ તમને જીવન આપે એ મન મારે બનવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract