STORYMIRROR

Bhavesh Parmar

Abstract Romance

4  

Bhavesh Parmar

Abstract Romance

કહેવું તો ઘણું બધું છે તમને

કહેવું તો ઘણું બધું છે તમને

1 min
349

નથી જાણતો હું કે શું સંબંધ છે તમારાં ને મારા વચ્ચે,

પણ વાત કરવાનું મન મારું તમારી સાથે રોજ કરે છે,


જાણું છું કે કાંઈ જ નથી મારી પાસે કહેવા હવે તમને,

બસ તમારાં હાલ જાણીને જ મનને કેમ શાંતિ મળે છે,


વિચારો તો આવે છે ઘણાં કે કહી દઉં ક્યારેક તમને,

પણ જ્યારે કહેવાનું કરું ને બધું ભૂલી કેમ જવાય છે,


લખીને આજે કહી દેવા માંગું છું ખ્યાલ બધા તમને,

નથી જાણતો હું કે કેમ મારી સાથે આવું થયા કરે છે,


કોઈક તો એવો સંબંધ છે મારા અને તમારા વચ્ચે કે,

જે કંઈ પણ કહ્યા વિના બધું જ સમજી જવાય છે,


પ્રાર્થના છે મારી ભોળા શંકરને કે રાખે સલામત તમને,

કે દુનિયા હવે મને કેમ તમારા વિના અધૂરી લાગે છે,


જીવવાં ને જાણવા માંગું છું હું દુનિયા સાથે લઈ તમને,

પણ નથી મળી રહી પરવાનગી જે મને જોઈએ છે,


કહેવા માંગું છું મારા આ મનની વાત આજે હું તમને,

કે દુનિયા હવે મને કેમ તમારા વિના અધૂરી લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract