STORYMIRROR

Nirali Shah

Tragedy Inspirational

4  

Nirali Shah

Tragedy Inspirational

પારકી પંચાત

પારકી પંચાત

1 min
334

પારકી પંચાતમાં પડવું નથી

એમ મારે કોઈને નડવું નથી,


સામનો એવો કરીશ હંમેશ હું

કે હવે મારે દુઃખે રડવું નથી,


જિંદગી કેરા ભલે રસ્તા અજાણ

કોઈને મારે હવે જડવું નથી,


થાક લાગ્યો છે મને આ જંગનો

સાચની માટે હવે લડવું નથી,


પાપથી ભર્યું રહે આખું "સ્વસા"

માટલું એવું હવે ઘડવું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy