STORYMIRROR

nidhi nihan

Tragedy Inspirational

4  

nidhi nihan

Tragedy Inspirational

ક્ષણભંગુર સાંજ

ક્ષણભંગુર સાંજ

1 min
277

તારી આંખે પસ્તી બનીને વિસાઈ ગઈ સાંજ,

મારી આંખે હસ્તી બનીને છવાઈ ગઈ સાંજ.


કસૂર શોધ્યો ના જડ્યો ના તારો ના કૈ મારો,

દિવાલ થઈ પછી કેમની ચણાય ગઈ સાંજ ?


મોહતાજ ક્યા હતા આડંબર ‌ભેખ ધરવાના,

નજરોનજર ઉતારી પાડી વલોવાઈ ગઈ સાંજ.


ઘુટડા વખના જીરવીને જીવાતી જ હતી આમ,

જીન્દગી ક્ષણભંગુર ભળી અંજાઈ ગઈ સાંજ.


સંગ સફરે મહાલવા અધીરાઈ એવી વધી કે જો,

વિશ્વાસ તણા છળકપટમાં આ ઠગાઈ ગઈ સાંજ.


એવું નથી કે ફરી ઉડશે નહી, જરા રાહ જુઓ,

સપને મોહક રંગો પુરવા આંશિક બુઝાઈ ગઈ સાંજ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy