પિયુ મિલનની ઝંખના
પિયુ મિલનની ઝંખના
ઉમડ ઘુમડ કાળા વાદળો ગરજે,
ઝરમર ઝરમર મેહુલો વરસે.
ક્યાં છૂપાયો છે તું મારા વાલમ,
તારી વાટ જોઈ મારૂં હૈયું તડપે.
શિતળ સમિર મારા તનને સ્પર્શે,
અગન બનીને જાણે મુજને ડરપે.
વહેલો વહેલો આવ મારા વાલમ,
રોમ રોમ મારૂં તુજને મળવા ફરકે.
જીભ પર હર પળ તારૂં નામ રણકે,
જાણે દાદુર, મોર અને કોયલ ટહૂંકે.
સાવનની ઘટા ખીલી મારા વાલમ,
તારા મિલન માટે મન મારૂ તલસે.
ખળ ખળ ખળ ખળ સરિતા સરકે,
સાગરને મળવા આતુરતાથી મલકે.
તને મળવા આતુર છું મારા વાલમ,
તારી યાદ આવતા મારૂં હૈયું ધડકે.
નભમાંથી દામિની દમક ભર દમકે,
મુખ તારૂં જોવા મારા નયનો ચમકે.
તારા પ્રેમમાં ભીંજાવું છે મારા વાલમ,
"મુરલી"તારી બનવા રાત દિન તરસે.

