STORYMIRROR

Rekha Patel

Tragedy

4  

Rekha Patel

Tragedy

મોહરા જેવું

મોહરા જેવું

1 min
321

જીવન બની ગયું છે કેવું મોહરા જેવું,

અંદર દુઃખી ને બહાર સુખી દેખાવું. 


ભલેને હોય ઠનઠન ગોપાલ ઘરમાં, 

છતાં પહેરી નવલખો હાર અમીર દેખાવું. 


ઉપર છત અંબરની, નીચે આશરો ધરાનો, 

લાવી લિમોઝીન ગાડી, ચકાચૌંધ દેખાવું. 


મોહરા પર મોહરા ચડાવી અસલી છુપાવી, 

નકલીને આગળ લાવી અસલ દેખાવું. 


હું ક્યાં કહું છું કે તમે તમારી જાતને છુપાવો? 

પણ જે છો તે ફગાવીને મોહરા લગાડી દેખાવું. 


લેવો જૂઠનો આશરો ને સત્યને રાખવું વેગળું, 

પછી અસત્યની પાછળ દુમ દબાવીને ભાગતાં દેખાવું. 


વાતો કરવી ફાંકડી, હોય તેમાં ન કોઈ વાતડી, 

ખાલી ફીફાં ખાંડી મરવાનાં વાંકે જીવતા દેખાવું. 


નથી સમજી શક્યો માનવી જીવનનાં સત્યને, 

એટલે જ "સખી" મોહરા ચડાવી નફકરા દેખાવું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy