કજીયાખોર વાલમ
કજીયાખોર વાલમ
ન કરો ચાલાકી મુજ પર વાલમ,
મેં ચાણકયની રાજનીતિ પણ વાંચી છે.
આંખો ફાડીને મને ન જુઓ વાલમ,
મેં તો ભભૂકતાં જ્વાળામુખી પણ જોયા છે.
માથું ધુંણાવીને મને ન બિવડાવો વાલમ,
મે તો વિનાશક વાવાઝોડા પણ જોયા છે.
ગુસ્સાથી ફુંફાડા મને ન મારો વાલમ,
મેં તો નાગના ફુંફાડા પણ સાંભળ્યા છે.
રડી રડીને આંસુ ન વહાવશો વાલમ,
મેં તો વરસતો મેઘ મલ્હાર પણ જોયો છે.
પગ પછાડી ઘરને ન ધ્રૂજાવશો વાલમ,
મેં તો ધરતી કંપના આંચકા પણ અનુભવ્યા છે.
વારંવાર ઝગડીને ન રિંસાશો વાલમ,
મેં તો મનાવવાના પાઠ પણ શિખ્યા છે.
ચિસો પાડીને સૂર બેસૂરા ન કરો વાલમ,
"મુરલી" સાતેય સ્વરોનો ઉંડો સાધક છે.

