ફરી મન થયું છે
ફરી મન થયું છે


આજ કાગળ ને કલમ લઈ બેસવાનું મન થયું,
આજ ફરી કોઈના પ્રેમમાં પડવાનું મન થયું છે.
કેટલાયે સંકલ્પો અમે-ને-તમે દફનાવ્યા હશે,
જિંદગીના સંકલ્પોને ફરી જાગૃત કરવાનું મન થયું છે.
બસ હવે તો ક્ષણોને રોકવનું મન થયું છે,
નિરાશાના અંધકારમાં જિવી રહેલા,
તહેવારોનો ઉત્સાહ ભરી ફરી નાચવાનું મન થયું છે.
હું “અમિત”તનેજ પ્રપોઝ કરે જગતના નાથ,
આજ ફરી તારાજ પ્રેમમાં પડવાનું મન થયું છે.