દિલ લઈને આવ્યો છું
દિલ લઈને આવ્યો છું


નિર્દોષ, નિર્મળ ને ભોળું ભલું એક દિલ લઈને આવ્યો છું,
તું હા કહે યા ના, મરજી તારી એક વાત લઈને આવ્યો છું,
ભાષા પ્રેમની હું શું જાણું એક લાગણી લઈને આવ્યો છું,
ભાંગ્યા-તૂટ્યા શબ્દોમાં અસ્ખલિત સંવેદના લઈને આવ્યો છું.