Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hitesh Rathod

Abstract Fantasy

3  

Hitesh Rathod

Abstract Fantasy

ફરી એકવાર તું પધાર કાન્હા

ફરી એકવાર તું પધાર કાન્હા

1 min
218


ફરી એકવાર તું પધાર કાન્હા,

મંડાય હવે ઘેર ઘેર મહાભારત,


અહીં ભીષ્મ છે લાચાર આજ

અર્જુન શોધ્યા જડે નહિ કયાંય,


ને દુર્યોધનો મળી આવે અપાર 

આ કલિયુગમાં સારથી નહિ,


અર્જુન બની પધાર તું વ્હાલા

ફરી એક વાર તું પધાર કાન્હા..


દ્રૌપદિ અહીં સરેઆમ લૂંટાય, 

ને ધૃતરાષ્ટ્રો કરે વાતો સુફિયાણી,


વિદુરની વાત કોણ સાંભળે હવે, 

નીતિમત્તા જ જ્યાં નેવે મૂકાઈ, 


સગા ખરા પણ વ્હાલા નહિ, 

અહીં આ તે કેવી પ્રેમસગાઈ, 


બની મહાબાહુ તું આવ શામળા, 

ફરી એક વાર તું પધાર કાન્હા..

ફરી એક વાર તું પધાર કાન્હા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract