Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Hitesh Rathod

Others

3  

Hitesh Rathod

Others

ભલે પધારી વસંત

ભલે પધારી વસંત

1 min
413

હેમંતના અંતિમ દિવસોની 

એ વહેલી સવારે 

ઘરની બારી સમીપ

કાવ્યની કલ્પનામાં 

મગ્ન કવિને 

ગરમાળાના વૃક્ષની 

રુક્ષ ડાળીએ કોળાયેલ કૂંપળે

બારીમાંથી સહેજ અંદર 

ડોકિયું કરી 

જરા મલકાઈને પૂછ્યું: 

'હું અંદર આવું કે ? '

કવિએ કેલેન્ડરમાં જોયું, 

અચાનકજ

કાવ્યનો વિષય સૂઝ્યો 

અને કવિ સ્વગત બબડયા: 

ભલે પધારી વસંત, 

તારા વહેલેરા વધામણાં.

Rate this content
Log in