STORYMIRROR

Hitesh Rathod

Abstract Others

3  

Hitesh Rathod

Abstract Others

નટખટ, નખરાળો નંદલાલો

નટખટ, નખરાળો નંદલાલો

1 min
174

કાન્હા, તું તો કહેતો હતો ને કે હું નહીં આવું હવે, 

લે, આવી ગયો ને વળી પાછો,

તું આવે જ, તારી ગોપીયું વિના તને ક્યાં ગોઠે, 

ને કાનઘેલી ગોપીયું પણ એમ કાંઈ તને છોડશે ભલા, 


આખુય વરહ તું ભલે ગમે ત્યાં રહે નંદલાલા, 

આજ નો દિ' તો તારી ગોપીયું માંગે ને નટખટ નખરાળા, 

તારી ગોપીયુંને એટલો ય હક્ક નહિ ? 


ને તું ય ક્યાં ઓછો છે ધુતારા, 

ગોકળ-આઠમ તો તનેય છે બહુ વ્હાલી,

તું ય જાણે છે, ગોપીયું વિના તને કોણ લાડ લડાવે, 

માંહેથી તો તું ય ગોપીયુંને મળવા તલપાપડ તો હશે જ, 

તારી ઓળખ ઈ ગોપીયું થકી જ છે, ઈ તને ક્યાં નથી ખબર,


બાકી હવે તો લોકને પણ ક્રિષ્નામાં ઝાઝો રસ ક્યાં રહ્યો છે, 

બસ એક દિવસ તને યાદ કરે, 

નંદ ઘેર આનંદ ભયો ને પછી જય કનૈયા લાલ કી, 

એક દિવસમાં ય જો તું બધાને ઘેલાં કરી મૂકતો હોય, 

તો જીવનભર યાદ કરે એનો તો બેડો પાર જ થાય ને વ્હાલા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract