STORYMIRROR

Hitesh Rathod

Others

3  

Hitesh Rathod

Others

વરસાદ તું આવ

વરસાદ તું આવ

1 min
41

ધખધખતી આ ધરા ચાતક ડોળે તારી રાહ જુએ

કોઠે એના ટાઢક કરવા હે મેઘા હવે તું કર મંડાણ,


ડોકના બબ્બે કટકા કરી ગહેકતાં મોર તને પોકારે

નૃત્યના એ થનગનાટને ઠેરવવા વરસાદ તું પધાર,


હિજરાતા બે હૈયા હરખાય તારા આગમન ટાણે

એ ઉનાં નિશ્વાસોને શાતા બક્ષવા મેહ તું હવે મંડા,


ઘાંઘો જગતાત નેણે નેજવા કરી તારી વાટ જુએ 

તાતના એ વલોપાતને વિખરાવવા મેઉલા તું ખાંગો થા.


Rate this content
Log in