તેની યાદમાં
તેની યાદમાં


નથી કેદ કરી શકતી હું તેમની મહેક ને
પણ તે મહેક વિસરાતી નથી,
તેમનામાં અંજાઈને, લજાઈ ને હું પ્રેમથી સંપૂર્ણ થઈ ગઈ છું...
તેમની મીઠી યાદોના વમળમાં હું ખોવાઈ ગઈ છું..
તેમના પ્રેમાળ ચહેરા ને યાદ કરી લજાઈ જાઉ છું,
તેમને વિસરવું શક્ય નથી અને
તેમને હું વિસરાય જાઉ એવી મારી હસ્તી નથી...
વગર વરસાદે તેમની યાદ માં તેમના પ્રેમમાં હું ભીંજાઈ ચૂકી છું..
વર્ષાના અમીછાંટણા ને તેમના મનની શીતળતા માત આપે છે..
હજારો તસવીરો પણ તેની એક મુલાકાત વગર અધૂરી લાગે છે..
બસ તેમની એક ઝલક માટે આયખું કુરબાન છે..!!