અણસાર
અણસાર
શોધ્યા કરું એની અણસાર,
દરેક ચહેરામાં,
આવા જ કદકાઠી,
ચહેરાની નમણાશ,
આવી જ ચાલ,
એવો જ અવાજ,
અરે આ આંખો તો અદલ એવી જ,
જયાં નજર પડે એ અણસાર શોધ્યો,
પણ
આજ આટલાં વર્ષ,
કદાચ,
ચહેરા પર કરચલી,
ચાલ પણ શિથિલ,
હાથમાં કંપન,
એ ઝુલ્ફો,
ખૂલ્લા લહેરાતા કેશને લાગ્યું હશે,
સફેદ ગ્રહણ,
એ આંખો,
એ નજર પણ ચોક્કસ શોધતી હશે
એક ઝલક સ્વજનનાં અણસારની,
કે પછી સ્વની જ.

