વેલેન્ટાઈન ગુલાબ
વેલેન્ટાઈન ગુલાબ
પ્રેમ નામે બિઝનેસ એટલે જ વિદેશી વેલેન્ટાઈન,
મફત મળતું વેચાય પચાસ રુપિયે ગુલાબ વેલેન્ટાઈન,
પીળાં સફેદ બન્યાં બેરંગ પ્રેમ પ્રતિક લાલ ગુલાબ,
પ્રભુચરણમાં અર્પણ થતાં બન્યાં મોંઘા બૂકે વેલેન્ટાઈન,
બીગ બી, ગ્રાન્ડ ગાલા, ટોપ સિક્રેટ, બોરડો, અપર ક્લાસ,
વિશેષ પ્રકારના નામધારી લાલ ગુલાબ માંગે વેલેન્ટાઈન,
એકવા, પોઈઝન, શકીરા નામનાં મળે ગુલાબી ગુલાબ,
પામી ગુલાબી ગુલાબ શરમાઇ થાય ગુલાબી વેલેન્ટાઈન,
અન્યમાં સફેદ એવલાંશે, નારંગા, ગોલ્ડ સ્ટ્રાઈક, પીળું,
એમની પણ માંગ કંઈ ઓછી નથી આ વેલેન્ટાઈનમાં,
ટ્રોપિકલ એમેઝોન, આફ્રિકન ડોન ફેમસ વિદેશી પહેચાન,
નવાં નવાં ગુલ ખિલાવતાં રંગીન ગુલાબની મૌસમ વેલેન્ટાઈન!

