ઈશ્વરને મનાવી બેઠી છું
ઈશ્વરને મનાવી બેઠી છું
તારી યાદોનો જામ હું છલકાવી બેઠી છું,
નયનમાં તારા સપનાંઓ સજાવી હું બેઠી છું,
તારા આગમનનાં ખબર મળ્યા છે આજે મને,
એટલે મુખડું મારું હું મલકાવી બેઠી છું,
તું ચાહે કે ના ચાહે કોઈ ફરક નહીં પડે મને,
હું તો હૈયે તારી મૂરત વસાવી બેઠી છું,
મળી ગયો મને તારો લખલૂટ સ્નેહ,
જોને સઘળા દર્દોને હૈયે દફનાવી બેઠી છું,
મળી ગયા આવીને રદિફ કાફિયા અને છંદો મને,
જોને તારા નામે ગઝલ હું રચાવી બેઠી છું,
તૂટે નહીં કદી બંધન તારું ને મારું આ,
બસ એટલે જ પ્રાર્થના થકી ઈશ્વરને મનાવી બેઠી છું.

