સારી નહીં
સારી નહીં
આટલી બધી નફરત કરવી સારી નહીં,
જાતને જલકમલવત્ કરવી સારી નહીં,
નજીક ના રહો તો કશો વાંધો નથી મને,
લાગણીઓ વળી પરત કરવી સારી નહીં,
સાવ નજીક હતાં હૃદયથી યાદ કરો એ,
દૂરી રાખી પાછી શરત કરવી સારી નહીં,
એમ કૈં ગાંઠ વાળીને થોડું બેસાય કદીએ,
ગુસ્સાની આપ લે તરત કરવી સારી નહીં,
તમારું જ મૌન અકળાવશે તમને એકદા,
પ્રેમના પ્રસંગોમાં કયામત કરવી સારી નહીં,
એકલો નહીં એકડો છું હું આગે ધપવાનો,
નફરતની વખતે વસાહત કરવી સારી નહીં,
વિચાર્યું છે કદી કે શી વલે થશે ધબકારાની ?
તક ગુમાવ્યા પછી મરામત કરવી સારી નહીં.

