સુના હૈયાનો રાગ છો આપ
સુના હૈયાનો રાગ છો આપ
મારા દુઃખી દિલનો આશરો છો આપ,
મારી ડૂબતી નૈયાનો સહારો છો આપ.
મારી પાનખર જેવી જિંદગીમાં ખીલેલ ગુલાબ છો આપ,
મારા અંધકાર ભરેલા જીવનમાં આફતાબ છો આપ.
પળભરમાં મારા દુઃખને દૂર કરતા જાદુઈ ચિરાગ છો આપ,
મારા સુના હૈયાનો કોઈ સુંદર રાગ છો આપ.
મારા હૈયે સ્ફૂર્તિ અને નવચેતનાનો સંચાર છો આપ,
મારા માટે તો ધરતી પર ખુશીઓની વણઝાર છો આપ.
મારા જીવનમાં પ્રેરણાની મુરત છો આપ,
મારા માટે તો ભગવાનની સુરત છો આપ.
મારા માટે તો કિંમતી પારસમણિ છો આપ,
મારા જીવનની સુંદર રાગિણી છો આપ.
સૂરજની પહેલી કિરણનું ટાણું છો આપ.
ઈશ્વર તરફથી મળેલ કિંમતી નજરાણું છો આપ.

