દિવસની શરૂઆત તારાથી
દિવસની શરૂઆત તારાથી
પાણીના પ્રવાહમાં વહન તારું વર્તાય,
તારી એ હાજરીથી મારું મન હરખાય,
બસ દિવસની શરૂઆત તારાથી થાય.
હોય ચંદ્રનું તેજ કે હોય અંધારી રાત્રી,
ભલે સૃયના પ્રકાશથી સવાર મલકાય,
બસ દિવસની શરૂઆત તારાથી થાય.
હોઉ હું જ્યારે કલ્પનાના નુરમાં,
ભલે મુખડું તારું સામે ન વર્તાય,
બસ દિવસની શરૂઆત તારાથી થાય.
વાય પવન અને લહેરાય પુષ્પો,
ભલે ભમરાની ઉડવાની મજબૂરી દેખાય,
બસ દિવસની શરૂઆત તારાથી થાય.
ભલે હોય મારી પાસે સુખ કરતા દુઃખ ઘણું,
ભલે મારી ફરતે અનેક તરંગો વાય,
બસ દિવસની શરૂઆત તારાથી થાય.
પુષ્પોના પાંદડાની રગે રગ ન દેખાય,
માત્ર એના લીલા રંગથી હું સંતોષ પામી જાય,
બસ દિવસની શરૂઆત તારાથી થાય.
શું પ્રેમ અને શું નફરત (ઈર્ષા)
એની ગાંઠ મને ન સમજાય,
માનુ તને અને તારા સનેહને,
ભલે દિવસની શરૂઆત તારાથી ન થાય.

