તમારી મુલાકાત લેવી છે
તમારી મુલાકાત લેવી છે
સમી સાંજે તમને એક વાત કહેવી છે,
મળે જો સમય તો, તમારી મુલાકાત લેવી છે.
હસાવ્યા કરું છું લોકોને, પણ ખુદની સાથે એક રાત રહેવી છે,
મળે જો સમય તો, તમારી મુલાકાત લેવી છે.
સરી જાય છે એ શબ્દો તમારાથી 'કે હાલી શું નીકળી છો,
એ વાત અજીબ લાગે એવી છે,
મળે જો સમય તો, તમારી મુલાકાત લેવી છે.
"એવું ન હોય" એ શબ્દોથી ઘણું વિસરી જાય છે,
વાત એ જાણે મીઠાઈ જેવી છે,
મળે જો સમય તો, તમારી મુલાકાત લેવી છે.
થંભી જાવ છું તમારા શબ્દોથી હું,
વાત કંઇક જાદુ હોય એવી છે.
મળે જો સમય તો, તમારી મુલાકાત લેવી છે.
હા, યાદ તો ખૂબ જ આવે છે 'વૈશાલી દિદીની'
પણ મટાડી દે છે એમની યાદ, યાદ તમારી કંઈક એવી છે,
મળે જો સમય ને તો એક વાર તમારી મુલાકાત લેવી છે.
