મને ભૂલાવી ગયા
મને ભૂલાવી ગયા
દિલનાં દરિયામાં કેવું જાદૂ કરી ગયા,
હસતા ચહેરાને રડાવી ગયા,
એવી પણ શું મજબૂરી હતી કે,
મને ભૂલાવી ગયા,
જિંદગીની બધી જ ભૂલોનો અહેસાસ કરાવી ગયા,
મારી ભૂલ ન હોવા છતાં મને શીખવાડી ગયા,
એવી પણ શું મજબૂરી હતી કે,
મને ભૂલાવી ગયા,
સાથે રહેવાનાં ઘણાં કારણો હોવા છતાં એકલાં મેલી ગયા,
દેહમાં રહેલાં દેવ ને એકલાં જીવતાં શીખવાડી ગયા,
એવી પણ શું મજબૂરી હતી કે,
મને ભૂલાવી ગયા,
ક્યારેક રહેતાં જે જોશમાં એને ડરવાનું શીખવાડી ગયા,
ભૂલ ન હોવા છતાં સહેવાનું શીખવાડી ગયા,
એવી પણ શું મજબૂરી હતી કે,
મને ભૂલાવી ગયા,
રહેતાં જે સંવેદનાથી દુર એને પ્રેમની જાળમાં ફસાવી ગયાં,
હતો ખજાનો ખુશીનો એને દર્દની ભેટ આપી ગયા,
એવી પણ શું મજબૂરી હતી કે,
મને ભૂલાવી ગયા,
હસતી રહેતી આંખો ને રડતી છોડી ગયા,
હતી જીવવાની આશા એને મડદાની માટીમાં ઘડી ગયા,
એવી પણ શું મજબૂરી હતી કે,
મને ભૂલાવી ગયા.

