તને કંઈક કહેવું છે
તને કંઈક કહેવું છે
જો તું શબ્દો સમજી શકેને તો તને કંઈક કહેવું છે,
જો થઈ શકેને તો આજ પણ તારી સાથે રહેવું છે,
શબ્દોને શણગારવા હું વક્તા બનીશ,
પણ શ્રોતા જો તું બનીશને,
તો તને કંઈક કહેવું છે,
જો થઈ શકેને તો આજે પણ તારી સાથે જ રહેવું છે.
વાતે વાતમાં નિહાળ્યા કરું છું તને,
પણ સામે જો તું નજર ફેરવીશને,
તો તને કંઈક કહેવું છે,
જો થઈ શકેને તો આજે પણ તારી સાથે જ રહેવું છે,
ભૂલને હવે સમજાવી દીધી છે, કે ભૂલથી પણ ભૂલ ન થાય
પણ જો તું માફ કરીશને,
તો તને કંઈક કહેવું છે,
જો થઈ શકેને તો આજે પણ તારી સાથે જ રહેવું છે,
વિચારને પણ તારા વિચાર આવે છે,
પણ તું જો મારા વિચાર ઉપર વિચાર કરી શકેને,
તો તને કંઈક કહેવું છે,
જો થઈ શકેને તો આજે પણ તારી સાથે જ રહેવું છે.
