ના નથી મારી
ના નથી મારી
1 min
157
દેહમાં સ્મૃતિ હૃદય બનીને ધબકે છે,
હૃદયમાં હૃદય બનીને જો રહેવું હોય તો ના નથી મારી...
મુખ અમારા સ્મિતથી ચમકે છે,
હોઠે ઉદાસી બનીને જો રહેવું હોય તો ના નથી મારી...
લાગણીઓની ભાષા આંખની પાંપણે છે,
આંસુ બનીને જો ખરવું હોય તો ના નથી મારી...
શિયાળાની ઠંડી અને ચોમાસાના વરસાદના અમે શોખીન છે,
ભરઉનાળે જો વરસવું હોય તો ના નથી મારી...
ઊંચે આકાશ અને નીચે ધરતી સ્થિર છે,
પવન બનીને જો વહેવું હોય તો ના નથી મારી...
સાત જ અજુબા આ દુનિયામાં છે,
આઠમું નામ આપણી દોસ્તીને આપવું હોય તો ના નથી મારી...
મનમાં વિચારો અને હોઠે શબ્દો ઘણા દોડે છે,
કવિતા બનીને જો નોધાવું હોય તો ના નથી મારી.
