તમારી પાસે
તમારી પાસે
સુખનું સરનામું છે તમારી પાસે,
કરું જો ભૂલ તો, ઉકેલ છે તમારી પાસે.
મળે જો શબ્દો તો, કવિતા છે તમારી પાસે,
ભેગી થાય જો બુંદો તો, સરોવર છે તમારી પાસે.
ધારદાર આંખ અને આંખોની માસૂમિયત છે તમારી પાસે,
લખતા લખાઈ જાય છે તમારી કવિતા શાયદ એ જ તાકાત છે તમારી પાસે.

