ચા અને તારી યાદ
ચા અને તારી યાદ
ચા મને ખૂબ પ્રિય છે અને તું પણ
ચાનું મને વ્યસન થઈ ગયું છે
તેમ તારું પણ વ્યસન થઈ ગયું છે
જેમ ચા જોઈએ અને ના મળે અને
ત્યારે મન વ્યાકુળ થઈ જાય છે
તેમ તારી યાદ આવે અને
તને ના જોવ તો મન વિહવળ થઈ જાય છે
જેમ ખાંડ ચાને મધુર બનાવે છે
તેમ તારી હાજરી માત્ર
મારા જીવનને મધુરતાથી ભરી દે છે
જેમ આદુનો સ્વાદ ચા પીનારમાં તાજગી લાવે છે
તેમ તારી તીખી નજરો અને કાતિલ હાસ્ય
મારા હર્દય માં તાજગી ભરી દે છે
જેમ ફૂદીનો ચામાં સુગંધ ભરે છે,
તેમ તારો પ્રેમ મારા જીવન માં સુગંધ ભરે છે.
જેમ ચાને જોઇને પીવાનું મન થઈ જાય છે,
તેમ તને જોઈને પ્રેમ કરવાનું મન થઇ જાય છે.