STORYMIRROR

Kunjal Desai

Romance Others

3  

Kunjal Desai

Romance Others

ચા અને તારી યાદ !

ચા અને તારી યાદ !

1 min
12K

ચા મને ખૂબ પ્રિય છે અને તું પણ..

ચા નું મને વ્યસન થઈ ગયું છે ,

તેમ તારું પણ વ્યસન થઈ ગયું છે..


જેમ ચા જોઈએ અને ના મળે અને ત્યારે મન વ્યાકુળ થઈ જાય છે

તેમ તારી યાદ આવે અને તને ના જોવ તો મન વિહવળ થઈ જાય છે


જેમ ખાંડ ચા ને મધુર બનાવે છે તેમ

તારી હાજરી માત્ર મારા જીવન ને મધુરતા થી ભરી દે છે...


જેમ આદુનો સ્વાદ ચા પીનારમાં તાજગી લાવે છે,

તેમ તારી તીખી નજરો અને કાતિલ હાસ્ય મારા હૃદયમાં તાજગી ભરી દે છે...


જેમ ફૂદીનો ચા માં સુગંધ ભરે છે, તેમ તારો પ્રેમ મારા જીવનમાં સુગંધ ભરે છે..

જેમ ચા ને જોઇને પીવાનું મન થઈ જાય છે, તેમ તને જોઈને પ્રેમ કરવાનું મન થઇ જાય છે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance